Search help articles
એકાઉન્ટ સેન્ટરમાં કનેક્ટેડ અનુભવોને ચાલુ કરવા
Meta એકાઉન્ટ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
તમારાં એકાઉન્ટ સમાન એકાઉન્ટ સેન્ટરમાં ઉમેરાયા પછી, તમે જુદા-જુદા કનેક્ટેડ અનુભવોને સંચાલિત કરી તથા ચાલુ અને બંધ કરી શકો છો, જેમ કે:
- Facebook અને Instagramની તમારી બધી પ્રોફાઇલમાં પોસ્ટ, સ્ટોરી અથવા રીલને શેર કરવી. નોંધ:
- આ સમયે, તમે ફક્ત iPhone અને Android માટેની Facebook ઍપમાંથી Instagram પર જ રીલ શેર કરી શકો છો.
- જ્યારે તમે Instagram પર તમારી Facebook રીલને શેર કરો છો, ત્યારે તે Instagram પરની રીલ તરીકે દેખાશે. તમારા Instagram એકાઉન્ટની પ્રાઇવસી એ બાબતને નિર્ધારિત કરશે કે Instagram પર શેર કરેલી તમારી રીલને કોણ જોઈ શકે છે.
- તમારાં Facebook, Instagram અથવા Meta એકાઉન્ટનો ઉપયોગ કરીને લૉગ ઇન કરવું.
- ઉદાહરણ તરીકે, જ્યારે તમે નવા ડિવાઇસ પર Instagram ડાઉનલોડ કરો છો અને તમે પહેલાંથી જ Facebookમાં લૉગ ઇન કર્યું હોય, તો ત્યારે તમે Instagramમાં લૉગ ઇન કરવા માટે તમારી Facebook લૉગ ઇનની માહિતીનો ઉપયોગ કરી શકો છો.
- તમે તમારાં Instagram અને Facebook એકાઉન્ટ માટે અલગ-અલગ લૉગ ઇન માહિતીને જાળવવાનું પણ પસંદ કરી શકો છો.
- જ્યારે તમે તમારા નામને સિંક કરો, ત્યારે તમે સિંક કરવા માટે પસંદ કરેલી તમામ પ્રોફાઇલમાં તમારું નામ સમાન થઈ જશે.
- લોકો Facebook, Instagram અને Meta Horizon પર આ નામ અને યુઝરનેમ સાથે તમને જોઈ અને શોધી શકશે.
- લોકો સમગ્ર Facebook, Instagram અને Meta Horizon પર આ નામ, યુઝરનેમ, અવતાર અને પ્રોફાઇલ ફોટા સાથે સંકળાયેલાં સૂચનો (જેમ કે તમને મિત્ર તરીકે ઉમેરવા અથવા તમને ફૉલો કરવા માટે) પણ જોઈ શકે છે.
- જો તમે તમારી બધી Facebook, Instagram અથવા Meta Horizon પ્રોફાઇલ પર પ્રોફાઇલ માહિતીને સિંક કરો છો, તો તમે તમારી પ્રોફાઇલ માહિતી (જેમ કે તમારું નામ, યુઝરનેમ, પ્રોફાઇલ ફોટો અને અવતાર)માં જે ફેરફારો કરો છો તે સિંક કરેલી માહિતીની સાથે તમારી બધી પ્રોફાઇલમાં દેખાશે.
- જો તમે એકાઉન્ટ સેન્ટરમાંથી કોઈ એકાઉન્ટને દૂર કરો છો, તો તે એકાઉન્ટમાંની પ્રોફાઇલ માટેની તમારી પ્રોફાઇલ માહિતી હવે સિંક થશે નહીં.
- નોંધ: તમે Facebook, Instagram અથવા Meta Horizon પ્રોફાઇલમાંથી પ્રોફાઇલ માહિતીને તે સમાન પ્રોડક્ટ પરની અન્ય પ્રોફાઇલ સાથે સિંક કરી શકતા નથી (ઉદાહરણ તરીકે, તમે બે Instagram પ્રોફાઇલને અથવા બે Facebook પ્રોફાઇલને સિંક કરી શકતા નથી).
- તમારું વિશલિસ્ટ તમને Facebook અને Instagram પર દેખાશે. તમે બધાં કનેક્ટ થયેલાં એકાઉન્ટમાંથી તમારી વિશલિસ્ટ પર વસ્તુઓ ઉમેરી શકશો અને વસ્તુઓ જોઈ શકશો.
- તમારી તાજેતરમાં જોયલી વસ્તુઓ તમારા એકાઉન્ટમાં તમને દેખાશે.
- નોંધ: સિંક કરેલી શૉપિંગ એક્ટિવિટી, એકાઉન્ટ સેન્ટરની ઍક્સેસ ધરાવનાર દરેક માટે ઉપલબ્ધ નથી. Facebook શૉપ અને Instagram પર શૉપ વિશે વધુ જાણો.
- તમારાં સમગ્ર એકાઉન્ટમાં પેમેન્ટ, ડિલિવરી અને સંપર્ક માહિતીનો ઉપયોગ. ઉદાહરણ તરીકે, તમે Facebookની તમારી Meta Pay માહિતીનો ઉપયોગ કરીને તમારાં સિંક કરેલાં Instagram એકાઉન્ટ પૈકી એક પર કંઈક ખરીદી શકો છો. તે રીતે, તમારે Instagram પર અલગ પેમેન્ટની માહિતી સેટ કરવાની જરૂર નથી.
- કનેક્ટ થયેલી Meta Pay માહિતી સાથેનાં બધાં એકાઉન્ટ પર તમારી પેમેન્ટની હિસ્ટરી એક જ જગ્યાએ જુઓ.
- નોંધ: Meta Pay, એકાઉન્ટ સેન્ટરની ઍક્સેસ ધરાવનાર દરેક માટે ઉપલબ્ધ નથી. જો તમારી પાસે સમાન એકાઉન્ટ સેન્ટરમાં ફક્ત Instagram એકાઉન્ટ (કોઈ Facebook અથવા Meta એકાઉન્ટ નહીં) ઉમેરવામાં આવ્યાં હોય, તો તમે તમારાં બધાં એકાઉન્ટમાં Meta Payનો ઉપયોગ કરી શકશો નહીં.
- Facebook સહાયતા કેન્દ્ર અને Instagram સહાયતા કેન્દ્રમાં Meta Pay વિશે વધુ જાણો.
Share