એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવું

‘એકાઉન્ટ સેન્ટરમાં WhatsApp’ શું છે?

એકાઉન્ટ સેન્ટર એ એક એવી જગ્યા છે કે જ્યાં તમે તમારાં બધાં Facebook, Instagram, WhatsApp અને Meta એકાઉન્ટ પરનાં એકાઉન્ટ સેટિંગ અને કનેક્ટેડ અનુભવોનું કેન્દ્રીય ધોરણે સંચાલન કરી શકો છો. એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાનું પૂરી રીતે વૈકલ્પિક છે. તમે કોઈ પણ સમયે એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરી શકો અને તેમાંથી તેને દૂર કરી શકો છો.

એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરીને, તમે બધી Meta ઍપ્સમાં કામ કરે તેવા અનુભવોને અનલૉક કરશો, જેમ કે WhatsApp પર બનાવેલા તમારા સ્ટેટસને Facebook અથવા Instagram પરની સ્ટોરીમાં સહેલાઈથી શેર કરવાની ક્ષમતા. તમે કેટલાંક એકાઉન્ટ સેટિંગનું સંચાલન પણ એક જગ્યામાં કરી શકશો, જેમ કે પ્રોફાઇલની માહિતીને એડ્જસ્ટ કરવી. એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાનો અર્થ એ થાય કે WhatsApp અને Meta આ લાભો, જેને અમે નીચે અને WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં સમજાવીએ છીએ, તેને પૂરા પાડવા માટે માહિતી શેર કરશે.

એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાથી તમારા WhatsApp વ્યક્તિગત મેસેજ અથવા કૉલની પ્રાઇવસી પર પ્રભાવ પડતો નથી, જે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત થયેલા જળવાઈ રહેશે. અન્ય કોઈ પણ તેને વાંચી કે સાંભળી શકતા નથી, WhatsApp કે Meta પણ નહીં. અમે અન્ય કોઈ પણ Meta કંપની સાથે તમારાં સંપર્ક લિસ્ટને પણ શેર કરતાં નથી.

બેશક, WhatsApp ઝડપી અને વિશ્વસનીય સેવાઓની સાથે વિશ્વભરનાં લોકોને સપોર્ટ કરવા માટે Metaના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે સર્વર પર નિર્ભર રહે છે. જોકે, WhatsApp વ્યક્તિગત ડેટાની એક્સેસ પ્રતિબંધિત છે, તેથી અન્ય Meta ઍપ્સ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં – જેમાં જાહેરાતો માટે તેમ ન કરવાનો સમાવેશ થાય છે - સિવાય કે તે અમે કેટલાં લોકોને સેવા આપીએ છીએ તે નિર્ધારિત કરવા માટે, લોકોને સુરક્ષિત રાખવા માટે અથવા સમગ્ર Meta પ્રોડક્ટમાં કામ કરે તેવી વૈકલ્પિક સુવિધાઓ પૂરી પાડવા માટે હોય.

‘એકાઉન્ટ સેન્ટરમાં WhatsApp’ એ આ વૈકલ્પિક સુવિધાઓ પૈકીની એક છે. અન્ય વૈકલ્પિક સુવિધાઓમાં Meta AI સાથે ચેટ કરવાનું અથવા જે Metaનાં બિઝનેસ ટૂલનો ઉપયોગ કરી રહ્યા હોય તે બિઝનેસને મેસેજ મોકલવાનું સામેલ છે. વૈકલ્પિક સુવિધાઓ અંગે ઍપમાં હંમેશાં સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે જેથી તમે તમારા માટે યોગ્ય હોય તેવી પસંદગી કરી શકો.

જ્યારે હું એકાઉન્ટ સેન્ટરમાં મારા WhatsApp એકાઉન્ટને ઉમેરું, ત્યારે WhatsApp દ્વારા કઈ માહિતી એકત્ર કરવામાં આવે છે?

WhatsApp તેની સેવાઓ પર જે માહિતીને એકત્ર કરે છે તેને WhatsAppની પ્રાઇવસી પોલિસી વર્ણવે છે. જ્યારે તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાનું પસંદ કરો છો, ત્યારે WhatsApp આના જેવી માહિતીને પણ એકત્ર કરે છે:

  • ડિવાઇસ અને કનેક્શનની માહિતી, જેમ કે એકાઉન્ટ સેન્ટરમાં તમે WhatsAppનો ઉપયોગ કરો તે દરેક વખતે બનાવવામાં આવતું એક અનન્ય આઈડી.
  • એકાઉન્ટ સેન્ટરમાં WhatsApp કેવું ચાલી રહ્યું છે તેના વિશેની વપરાશ અને લોગની માહિતી, જેમ કે સેવાને લગતી, ડાયગ્નોસ્ટિક અને પર્ફોર્મન્સની માહિતી, દા.ત. લોગ ફાઇલો, ટાઇમસ્ટેમ્પ, ક્રોસ-પોસ્ટ એક્ટિવિટી અને જાળવણીના લોગ.

એકાઉન્ટ સેન્ટર મારફતે ઉપલબ્ધ કનેક્ટેડ અનુભવોનો ઉપયોગ કરવામાં તમને સક્ષમ કરવા માટે, WhatsApp અન્ય Meta કંપનીઓ પાસેથી આના જેવી માહિતી પણ મેળવે છે:

  • એકાઉન્ટની માહિતી, જેમ કે તમે જેમાં માહિતીને ક્રોસ-પોસ્ટ કરી રહ્યા હો તે સમાન એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં Facebook અથવા Instagram એકાઉન્ટને લગતા આઇડેન્ટિફાયર.
  • તમારા Facebook અથવા Instagram એકાઉન્ટને તમારા WhatsApp એકાઉન્ટ સાથે કનેક્ટ કરવા માટે જરૂરી એવી ડિવાઇસ અને કનેક્શનની માહિતી.
  • Meta એકાઉન્ટ (દા.ત. Facebook) પર જણાવ્યા મુજબ તમારી ઉંમર સંબંધી માહિતી, જેનાથી અમને Meta કંપનીની પ્રોડક્ટ માટે ઉંમર સંબંધી કોઈ પણ વિંસંગતતાને સુસંગત કરવા અને પાત્રતા નિર્ધારિત કરવા જેવી વસ્તુઓ કરવામાં મદદ મળે છે.

જો હું એકાઉન્ટ સેન્ટરમાં મારા WhatsApp એકાઉન્ટને ઉમેરું, તો Metaને મારા વિશેની કઈ માહિતી મળશે?

જ્યારે તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાનું પસંદ કરો છો, ત્યારે અન્ય Meta કંપનીઓને આના જેવી માહિતી મળે છે:

  • એકાઉન્ટની માહિતી, જેમ કે તમારો ફોન નંબર અને તમારો WhatsApp પ્રોફાઇલ ફોટો (ઉદાહરણ તરીકે, તેને તમારા એકાઉન્ટ સેન્ટરનાં સેટિંગ પર બતાવવા માટે).
  • ઉંમર સંબંધી માહિતી (જો પૂરી પાડવામાં આવી હોય તો), જેનાથી Metaને Meta કંપનીની પ્રોડક્ટ માટે ઉંમર સંબંધી કોઈ પણ વિંસંગતતાને સુસંગત કરવા અને પાત્રતા નિર્ધારિત કરવા જેવી વસ્તુઓ કરવામાં મદદ મળે છે.
  • જો તમે Facebook અથવા Instagram સ્ટોરી પર તમારાં સ્ટેટસ સંબંધી અપડેટ શેર કર્યાં હોય, તો તમારા WhatsApp સ્ટેટસ જેવું યુઝર કન્ટેન્ટ.
  • ડિવાઇસ અને કનેક્શનની માહિતી, જેમ કે તમારી ઍપનું વર્ઝન અથવા WhatsAppમાં તમારા ડિવાઇસની સેટ કરેલી ભાષા.
  • વપરાશ અને લોગની માહિતી, જેમાં તમે અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરો છો તે અંગેની માહિતીનો સમાવેશ થાય છે, જેમ કે તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેર્યું છે કે કેમ અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો અથવા તમે Facebook અથવા Instagram સ્ટોરી પર તમારા WhatsApp સ્ટેટસને કેટલી વાર શેર કર્યું છે.
  • જો લાગુ થતું હોય તો ચેનલના તમારા ઉપયોગને લગતી માહિતી (ચેનલ માટે અમે એકત્ર કરીએ છીએ તે માહિતી વિશે વધુ જાણો).

જો હું એકાઉન્ટ સેન્ટરમાં મારું WhatsApp એકાઉન્ટ ઉમેરું, તો WhatsApp કયા હેતુઓ માટે મારી માહિતીનો ઉપયોગ કરે છે?

જ્યારે તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરો છો, ત્યારે WhatsApp, નીચે આપેલા જેવા હેતુઓ માટે તમારી માહિતીનો ઉપયોગ કરે છે:

  1. તમને એકાઉન્ટ સેન્ટરમાં WhatsApp માટે સેવાઓ પૂરી પાડવાં અને WhatsApp પર સુવિધાઓ અને અનુભવોના ફંક્શનિંગની સવલત કરી આપવા માટે, જેમાં આના જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે:
    • તમારા એકાઉન્ટની પાત્રતાને તપાસવી અને એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવું.
    • બધાં એકાઉન્ટમાં તમારા એકાઉન્ટની માહિતી તથા સેટિંગને મેળ ખાતાં કરવાં માટે તેમને એડ્જસ્ટ કરવાં.
    • જો તમારું ડિવાઇસ સમાન એકાઉન્ટ સેન્ટરમાં બીજા Meta એકાઉન્ટમાં પહેલાંથી જ લોગ ઇન થયેલું હોય, તો WhatsAppને સહેલાઈથી એક્સેસ કરવા માટે સિંગલ-સાઇન-ઓનને ચાલુ કરવું.
    • Facebook અથવા Instagram સ્ટોરી પર તમારા WhatsApp સ્ટેટસને શેર કરવા જેવા કનેક્ટેડ અનુભવો પર નિયંત્રણો પૂરાં પાડવાં.
  2. WhatsAppની સેવાઓ અને પ્રોડક્ટ, જેમ કે ‘એકાઉન્ટ સેન્ટરમાં WhatsApp’ને બહેતર બનાવવાં અને આમાં આના જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે:
    • પ્રોડક્ટ સંબંધી સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ, નિદાન, વિશ્લેષણ અને ડિબગ કરવું.
    • સેવાના પર્ફોર્મન્સ, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતાનું નિરીક્ષણ કરવું.
    • હાજર સુવિધાઓને અપડેટ કરવી અને નવી સુવિધાઓને વિકસાવવી તથા એકાઉન્ટ સેન્ટરમાં નવી સુવિધાઓના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે પ્રયોગો હાથ ધરવા.
    • એકાઉન્ટ સેન્ટરમાં WhatsAppનો ઉપયોગ કેટલી સારી રીતે અને કેટલી વાર થઈ રહ્યો છે તે સમજવા માટે મેટ્રિક્સ જનરેટ અને માન્ય કરવાં, જેથી ભવિષ્યમાં એકાઉન્ટ સેન્ટરમાં સુવિધાઓ અપનાવવામાં આવવા સંબંધી આગાહી કરી શકાય.
  3. આના જેવી વસ્તુઓ કરવા માટે સમાન એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં બધાં એકાઉન્ટ પરની માહિતીનો ઉપયોગ કરવા માટે અન્ય Meta કંપનીઓ સાથે કામ કરવા:
    • એકાઉન્ટ સેન્ટરમાં અન્ય Meta કંપનીની પ્રોડક્ટનાં એકાઉન્ટ સાથે તમારા WhatsApp એકાઉન્ટને સાંકળવા.
    • તમને તમે પસંદ કરેલા કનેક્ટેડ અનુભવો પૂરા પાડવા અને બધાં એકાઉન્ટમાં તમારા અનુભવોને બહેતર બનાવવા.

જો હું એકાઉન્ટ સેન્ટરમાં મારું WhatsApp એકાઉન્ટ ઉમેરું, તો Meta મારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે?

જો તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાનું પસંદ કરો છો, તો Meta, તમને સમગ્ર Meta કંપનીની પ્રોડક્ટ પર જાહેરાતો બતાવવાં, તેમના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરવા અને વધુ પસંદ મુજબ બનાવેલી સુવિધાઓ, કન્ટેન્ટ અને સૂચનો પૂરાં પાડવાં સહિત તેની પ્રોડક્ટ અને સેવાઓને પૂરી પાડવાં, પસંદ મુજબ બનાવવાં અને બહેતર બનાવવાં જેવી વસ્તુઓ કરવા, તેમજ સલામતી, સુરક્ષા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે Metaની પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા મુજબ તમારી માહિતીનો ઉપયોગ કરશે. Metaની પોતાની શરતો અને પ્રાઇવસી પોલિસી Metaની સેવાઓ અને પ્રોડક્ટના તમારા ઉપયોગનું સંચાલન કરશે.

બેશક, WhatsApp ઝડપી અને વિશ્વસનીય સેવાઓની સાથે વિશ્વભરનાં લોકોને સપોર્ટ કરવા માટે Metaના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે સર્વર પર નિર્ભર રહે છે. જોકે, WhatsApp વ્યક્તિગત ડેટાની એક્સેસ પ્રતિબંધિત છે, તેથી અન્ય Meta ઍપ્સ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં – જેમાં જાહેરાતો માટે તેમ ન કરવાનો સમાવેશ થાય છે - સિવાય કે તે અમે કેટલાં લોકોને સેવા આપીએ છીએ તે નિર્ધારિત કરવા માટે, લોકોને સુરક્ષિત રાખવા માટે અથવા સમગ્ર Meta પ્રોડક્ટમાં કામ કરે તેવી વૈકલ્પિક સુવિધાઓ પૂરી પાડવા માટે હોય.

‘એકાઉન્ટ સેન્ટરમાં WhatsApp’ એ આ વૈકલ્પિક સુવિધાઓ પૈકીની એક છે. અન્ય વૈકલ્પિક સુવિધાઓમાં Meta AI સાથે ચેટ કરવાનું અથવા જે Metaનાં બિઝનેસ ટૂલનો ઉપયોગ કરી રહ્યા હોય તે બિઝનેસને મેસેજ મોકલવાનું સામેલ છે. વૈકલ્પિક સુવિધાઓ અંગે ઍપમાં હંમેશાં સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે જેથી તમે તમારા માટે યોગ્ય હોય તેવી પસંદગી કરી શકો.

શું એકાઉન્ટ સેન્ટરમાં WhatsAppને ઉમેરવાથી જ્યારે હું બિઝનેસને મેસેજ મોકલું અથવા તેમની સાથે મારી માહિતીને શેર કરું ત્યારે Meta મારી માહિતીનો ઉપયોગ કરે છે કે કેમ તેના પર અસર પડે છે?

સમાન એકાઉન્ટ સેન્ટરમાં તમારાં એકાઉન્ટ ધરાવવાથી, જો તમે બિઝનેસ સાથે તમારી માહિતીને શેર કરવાનું પસંદ કરો અથવા તમે અમારી પ્રોડક્ટ પર તેમને મેસેજ મોકલો, તો તે માહિતીનો ઉપયોગ થાય છે કે કેમ તેના પર અસર પડતી નથી.

સમાન એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં તમારાં બધાં એકાઉન્ટ પરની તમારી માહિતીનો ઉપયોગ Meta કેવી રીતે કરે છે તે વિશે વધુ જાણો.

મારાં કયાં સેટિંગ બદલાશે?

એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાથી તમને તમારાં WhatsApp એકાઉન્ટ અને તે સમાન એકાઉન્ટ સેન્ટરમાં તમારા જે કોઈ પણ અન્ય એકાઉન્ટ હોય તે માટે ચોક્કસ સેટિંગનું એક જ જગ્યામાં સંચાલન કરવાની મંજૂરી મળશે. આમાં બધાં એકાઉન્ટ પર તમારી પ્રોફાઇલની માહિતીને એડ્જસ્ટ કરવા અને તમારી બધી ઍપ્સમાં સ્ટેટસને હંમેશાં ક્રોસ-પોસ્ટ કરવું કે કેમ તેના જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. એકાઉન્ટ સેન્ટર મારફતે નિયંત્રિત કરવામાં આવતાં સેટિંગના પૂરા લિસ્ટ માટે, અહીં વધુ વાંચો.

જો હું એકાઉન્ટ સેન્ટરમાં મારું WhatsApp એકાઉન્ટ ઉમેરવા ન માંગું, તો શું થશે?

તમારે તેમ કરવાની જરૂર નથી. એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાનું પૂરી રીતે વૈકલ્પિક છે. જો તમે તમારા Facebook અથવા Instagram એકાઉન્ટ જેમાં હોય તે સમાન એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ન ઉમેરવાનું પસંદ કરો છો, તો તમે હજી પણ WhatsAppનો ઉપયોગ તે જ રીતે કરી શકો છો જેમ તમે હંમેશાથી કરતા આવ્યા છો.

જો હું એકાઉન્ટ સેન્ટરમાં મારું WhatsApp એકાઉન્ટ ઉમેરું અને તે પછી મારા વિચારને બદલી દઉં, તો શું થશે?

જો તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરો છો, તો તમે અમને એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં બધાં એકાઉન્ટ પરની તમારી માહિતીને સંયોજિત કરવાની તથા અલગ-અલગ Meta કંપનીની પ્રોડક્ટ પર તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપો છો. તમે કોઈ પણ સમયે એકાઉન્ટ સેન્ટરમાંથી તમારા WhatsApp એકાઉન્ટને દૂર શકો છો.

જો તમે એકાઉન્ટ સેન્ટરમાંથી તમારા WhatsApp એકાઉન્ટને દૂર કરો છો, તો અમે 7 દિવસની અંદર તમારા WhatsApp એકાઉન્ટ અને તમારા એકાઉન્ટ સેન્ટરમાં હજી પણ રહેલાં અન્ય એકાઉન્ટ વચ્ચે તમારી માહિતીને સંયોજિત કરવાનું બંધ કરી દઈશું. જો તમે તમારું WhatsApp એકાઉન્ટ દૂર કરો છો, તો તમારી અગાઉ સંયોજિત કરેલી માહિતી સંયોજિત થયેલી રહેશે.

મેં 2016માં Meta સાથે મારા WhatsApp એકાઉન્ટની માહિતીને શેર કરવામાંથી ઓપ્ટ આઉટ કર્યું હતું. એકાઉન્ટ સેન્ટરમાં મારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાથી મારા પર કેવી રીતે પ્રભાવ પડે છે?

જો તમે 2016માં Metaની જાહેરાતો અને પ્રોડક્ટના અનુભવોને બહેતર બનાવવા માટે Meta સાથે તમારા WhatsApp એકાઉન્ટની માહિતીને શેર કરવામાંથી ઓપ્ટ આઉટ કર્યું હતું, તો એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાનો અર્થ એ થાય કે તમે આ શેરિંગ માટે તથા ઉપર વર્ણવ્યા મુજબ એકાઉન્ટ સેન્ટર સાથે સંકળાયેલા તમામ શેરિંગ માટે ઓપ્ટ ઇન કરી રહ્યા છો.

Share

Was this article helpful?

હા
નહીં