Meta AI અને Vibes પર તમારા પોતાના અથવા અન્ય લોકોના ફોટા અને વીડિયો કેવી રીતે બનાવવા

Updated:34 અઠવાડિયા પહેલાં
Meta AI અને Vibes ઍપ્સ અને વેબસાઇટ્સ હજી દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. જો તે તમારા માટે ઉપલબ્ધ હોય, તો તમારા ક્ષેત્રમાં કેટલીક સુવિધાઓ હજી ઉપલબ્ધ ન હોય એવું બની શકે છે.

તમે Meta AI અને Vibes ઍપ્સ પર તમારા પોતાના અથવા અન્ય લોકોના ફોટા અથવા વીડિયો બનાવી શકો છો.

શરૂઆત કરવા માટે:

  • તમારા પોતાના AI ફોટા અને વીડિયો બનાવવા માટે તમારા ફોટા લો અને અપલોડ કરો. તમે અન્ય લોકોને પણ તમને ફોટા અને વીડિયોમાં ઉમેરવાની મંજૂરી આપી શકો છો.
  • તમારા મિત્રોને ફોટા અથવા વીડિયોમાં ઉમેરવાની પરવાનગીની વિનંતી કરો. તેમનાં સેટિંગના આધારે, બને કે તમે પહેલાંથી જ તમારા પરસ્પર મિત્રોના ફોટા અને વીડિયો બનાવી શકતા હોવ.

પોતાના AI ફોટા અને વીડિયો બનાવવાનું કેવી રીતે શરૂ કરવું

તમારે તમારા પોતાના ફોટા અને વીડિયો બનાવવા માટે તમારા ફોટા Meta AI અથવા Vibes ઍપ પર ઉમેરવાની જરૂર પડશે. તમે અન્ય લોકોને તમારા ફોટા અથવા વીડિયો બનાવવા દેવાનું પણ પસંદ કરી શકો છો.

શરૂઆત કરવા માટે:

  1. Meta AI ઍપમાં, મેનૂ પર દબાવો.
  2. સૌથી નીચે રહેલા તમારા પ્રોફાઇલ ફોટા પર દબાવો.
  3. તમારી સમાનતા પર દબાવો, તે પછી શરૂઆત કરો પર દબાવો.
  4. આગળ તમને કહેવામાં આવશે:
    • પરવાનગીઓને મંજૂરી આપવા માટે.
    • ઍપનો ઉપયોગ કરીને તમારો એક ફોટો લેવા માટે.
  5. તમે વૈકલ્પિક રીતે આ કરી શકો છો:
    • તમારા 3 વધારાના ફોટા અપલોડ કરવા. આનાથી અમને તમારા AI ફોટાને બહેતર બનાવવામાં મદદ મળે છે.
    • તમારો વોઇસ રેકોર્ડ કરો, જેથી કરીને તેને વીડિયો પર ઉમેરી શકાય.
  6. જો તમે તમારી સમાનતા પર વધારાના ફોટા અથવા તમારો વોઇસ ઉમેરવા માંગતા નથી, તો તમે છોડી દો પર દબાવી શકો છો.
  7. તમારા ફોટાનો ઉપયોગ કોણ કરી શકે છે તે પસંદ કરવા માટે દબાવો:
    • ફક્ત હું: ફક્ત તમે જ તમારા ફોટા અને વીડિયો બનાવી શકો છો.
    • હું મંજૂર કરું છું તે ફોલોઅર: તમને મીડિયા પર ઉમેરી શકે તેવા વિશિષ્ટ ફોલોઅર પસંદ કરો. તમે બંને એકબીજાને પહેલાંથી ફોલો કરતા હોવ તે આવશ્યક છે.
    • તમે ફોલો કરો છો એવા ફોલોઅર: તમે ફોલો કરો છો તે કોઈ પણ તમને ફોટા અને વીડિયોમાં ઉમેરી શકે છે, જ્યાં સુધી તમે તેમને ફોલો કરો છો.
    • દરેક: Meta AI અથવા Vibes ઍપ પર કોઈ પણ વ્યક્તિ તમારા ફોટા અને વીડિયો બનાવી શકે છે.
  8. થઈ ગયું પર દબાવો.

નોંધ: તમારી ઉંમર અથવા દેશના આધારે તમને કદાચ બધા વિકલ્પો નહીં દેખાતા હોય.

તમને સામેલ કરે છે તે મીડિયાને કેવી રીતે જોવું અને સંચાલિત કરવું તે જાણો.

Meta AI અને Vibes પર તમારા ફોટા અને વોઇસમાં કેવી રીતે ફેરફાર કરવો અને કેવી રીતે તેમને ડિલીટ કરવા

  1. Meta AI ઍપમાં, મેનૂ પર દબાવો.
  2. નીચલા ભાગમાં જમણી બાજુમાં રહેલા તમારા પ્રોફાઇલ ફોટા પર દબાવો.
  3. તમારી સમાનતા પર દબાવો. અહીંથી, તમે આ કરી શકો છો:
    • તમારો ફોટો ફરીથી લેવો:ફોટો ફરીથી લો > ફોટો લો પર દબાવો.
    • તમારા સંદર્ભ ફોટા બદલવા: ફોટા અપલોડ કરો > ફોટા બદલો પર દબાવો.
    • તમારો વોઇસ રેકોર્ડ કરવો:વોઇસ ફરીથી રેકોર્ડ કરો > વોઇસ રેકોર્ડ કરો પર દબાવો.
    • તમારી સમાનતા ડિલીટ કરવી: સ્ક્રોલ કરો અને તે પછી ડિલીટ કરો પર દબાવો. આનાથી તમે ઓનબોર્ડિંગ હોવા દરમિયાન લીધેલા ફોટા અને વોઇસ રેકોર્ડિંગ ડિલીટ થઈ જાય છે.

નોંધ: Vibes ઍપમાં તમે તમારી સમાનતા પર જે કોઈ પણ ફેરફારો કરો છો તે Meta AI ઍપ પર પણ લાગુ થશે.

જો તમે તમારી સમાનતાને ડિલીટ કરવાનું પસંદ કરો છો, તો તમને સામેલ કરતા વાઇબ હજી પણ દેખાશે. તમે આને “મને સામેલ કરતા મીડિયા”માંથી ડિલીટ કરી શકો છો. કેવી રીતે તમને સામેલ કરતા હોય તે મીડિયાને ડિલીટ કરવા તે વિશે વધુ જાણો.

AI દ્વારા જનરેટ કરવામાં આવેલા ફોટા અથવા વીડિયોમાં લોકોને ઉમેરવાની વિનંતી કેવી રીતે કરવી

લોકો તેમને કોણ ફોટા અને વીડિયોમાં ઉમેરી શકે તે પસંદ કરી શકે છે, પછી ભલે તે ફક્ત પોતે જ, પરસ્પર ફોલોઅર અથવા Meta AI અથવા Vibes ઍપ્સનો ઉપયોગ કરતી કોઈ પણ વ્યક્તિ હોય. તમે કોઈ વ્યક્તિને ફોટા અથવા વીડિયોમાં તેમને ઉમેરવા માટેની વિનંતી પણ મોકલી શકો છો.

Meta AI અને Vibes પર મીડિયા પર લોકોને તમને મીડિયામાં કેવી રીતે ઉમેરવા દેવા

તમારા ફોટા અથવા વીડિયો બનાવવા માટે કોઈ વ્યક્તિએ તમારી પરવાનગી લેવાની જરૂર પડશે. તમારી પરવાનગીનાં સેટિંગને બદલવા માટે:

  3. તમારી સમાનતા પર દબાવો, તે પછી તમને મીડિયા પર કોણ ઉમેરી શકે તે પસંદ કરો:
    • ફક્ત હું: ફક્ત તમે જ તમારા ફોટા અને વીડિયો બનાવી શકો છો.
    • હું મંજૂર કરું છું તે ફોલોઅર: તમને મીડિયા પર ઉમેરી શકે તેવા વિશિષ્ટ ફોલોઅર પસંદ કરો. તમે બંને એકબીજાને પહેલાંથી ફોલો કરતા હોવ તે આવશ્યક છે.
    • તમે ફોલો કરો છો એવા ફોલોઅર: તમે ફોલો કરો છો તે કોઈ પણ તમને મીડિયામાં ઉમેરી શકે છે, જ્યાં સુધી તમે તેમને ફોલો કરો છો.
    • દરેક: Meta AI અથવા Vibes ઍપ પર કોઈ પણ વ્યક્તિ તમારા ફોટા અને વીડિયો બનાવી શકે છે.

નોંધ: તમારી ઉંમર અથવા દેશના આધારે તમને કદાચ બધા વિકલ્પો નહીં દેખાતા હોય.

જો કોઈ વ્યક્તિ તમારી સમાનતાનો ઉપયોગ કરે છે, તો તમને જણાવવામાં આવશે. Meta AI અને Vibes પર તમારાં નોટિફિકેશનને કેવી રીતે બદલવા તે જાણો. જો કોઈ વ્યક્તિ કોઈ ફોટો અથવા વીડિયો બનાવે કે જેમાં તમે સામેલ છો, તો તમે તેને ડિલીટ કરવાનું પસંદ કરી શકો છો. કેવી રીતે તમને સામેલ કરતા હોય તે મીડિયાને ડિલીટ કરવા તે વિશે વધુ જાણો.

નોંધ:

  • તમે કોઈ પણ સમયે તમારી પરવાનગીઓને બદલી શકો છો.
  • તમારી પરવાનગીઓ Meta AI અને Vibes બંને પર લાગુ થાય છે.
  • જો તમે કોઈને ફોલો કરવાનું બંધ કરવાનું અથવા બ્લોક કરવાનું પસંદ કરો છો, તો તેઓ હવેથી તમને સામેલ કરતા નવા ફોટા અથવા વીડિયો બનાવી શકશે નહીં. તેઓએ અગાઉ બનાવેલ કોઈ પણ મીડિયા રહેશે, પણ તમે હજી પણ તેને ડિલીટ કરી શકો છો.

Meta AI અને Vibes પર મીડિયા પર લોકોને તેમને ઉમેરવા માટે કેવી રીતે કહેવું

કોઈ વાઇબ રીમિક્સ કરતી વખતે કોઈ વ્યક્તિને વાઇબ પર તેમને ઉમેરવાનું કહેવા માટે:

  1. ઉમેરો પર દબાવો.
  2. વિનંતી કરો પર દબાવો. તમે તમારા મિત્રોને Meta AI અને Vibes ઍપ્સ તથા Instagram પર જોશો.
  3. તેમના નામની બાજુમાં રહેલા વિનંતી કરો પર દબાવો.

તમે કોઈ વ્યક્તિને વિનંતી મોકલો છો ત્યારે:

  • તેઓને જણાવવામાં આવશે કે તમે Meta AI અને Vibes પર તમે બનાવો છો તે ફોટા અને વીડિયોમાં તેમને ઉમેરવા માંગો છો.
  • જો તેમણે હજી Meta AI અથવા Vibes ઍપ ડાઉનલોડ કરી નથી, તો તેમને તે ડાઉનલોડ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.
  • જો તેમણે હજી સુધી સમાનતા બનાવી નથી, તો તેમને એક સમાનતા બનાવવાનું કહેવામાં આવશે.

જો તેઓ તમારી વિનંતીને સ્વીકારે તો તમને જણાવવામાં આવશે, તે પછી તમે તેમના ફોટા અને વીડિયો બનાવવાનું શરૂ કરી શકો છો. Meta AI અને Vibes પર તમારાં નોટિફિકેશનને કેવી રીતે બદલવા તે જાણો.

લોકોને સામેલ કરતા ફોટા અને વીડિયો કેવી રીતે બનાવવા

તમે તમને પોતાને અથવા અન્ય લોકોને કોઈ હાજર વાઇબને રીમિક્સ કરીને તેમાં ઉમેરી શકો છો અથવા તમારા પોતાના અથવા અન્ય લોકોના નવા ફોટા અથવા વીડિયો બનાવી શકો છો.

તમારા પોતાના ફોટા અને વીડિયો બનાવવા

કોઈ હાજર વાઇબને રીમિક્સ કરીને પોતાને તેમાં ઉમેરવા માટે:

  1. જેમાં લોકો હોય તેવી એક વાઇબ પસંદ કરો.
  2. તમે રીમિક્સ કરવા માંગો છો તે પોસ્ટ પર રીમિક્સ કરો પર દબાવો.
  3. ઉમેરો પર દબાવો.
  4. તમારા ફોટા પર દબાવો.

વાઇબ રીમિક્સિંગ વિશે વધુ જાણો.

નવા ફોટા અથવા વીડિયો પર પોતાને ઉમેરવા માટે:

  1. Meta AI ઍપ ખોલો.
  2. સૌથી ઉપર જમણી બાજુમાં રહેલા બનાવો પર દબાવો.
  3. ફોટા અથવા વીડિયોનું વર્ણન કરો… બોક્સમાં તમારો પ્રોમ્પ્ટ ટાઇપ કરો અને તમારા પ્રોમ્પ્ટના ભાગ તરીકે "હું" અથવા "હું પોતે" જેવા શબ્દો સામેલ કરો. ઉદાહરણ તરીકે, "મારો એક અવકાશયાત્રી તરીકેનો વીડિયો બનાવો."
  4. આ મોકલો પર દબાવો.

Meta AI અને Vibesનો ઉપયોગ કરીને ફોટા અને વીડિયો જનરેટ કરવા વિશે વધુ જાણો.

અન્ય કોઈ વ્યક્તિના ફોટા અને વીડિયો બનાવવા

કોઈ હાજર વાઇબને રીમિક્સ કરવા માટે:

  1. જેમાં લોકો હોય તેવી એક વાઇબ પસંદ કરો.
  2. તમે રીમિક્સ કરવા માંગો છો તે પોસ્ટ પર રીમિક્સ કરો પર દબાવો.
  3. ઉમેરો પર દબાવો.
  4. તમે જેને ઉમેરવા માંગો છો તે વ્યક્તિના નામ પર દબાવો. તમે એક સમયમાં એક વ્યક્તિને ઉમેરી શકો છો (તમારા પોતાના સહિત).

વાઇબ રીમિક્સિંગ વિશે વધુ જાણો.

નવા ફોટો અથવા વીડિયો પર લોકોને ઉમેરવા માટે:

  1. Meta AI ઍપ ખોલો.
  2. સૌથી ઉપર જમણી બાજુમાં રહેલા બનાવો પર દબાવો.
  3. ફોટા અથવા વીડિયોનું વર્ણન કરો… બોક્સમાં તમારા પ્રોમ્પ્ટને ટાઇપ કરો અને વ્યક્તિને ફોટા અથવા વીડિયોમાં ઉમેરવા માટે "@" અને તે પછી તેમનું યુઝરનેમ સામેલ કરો. તમે એક સમયમાં બે લોકોને ઉમેરી શકો છો (તમારા પોતાના સહિત).
  4. તમે મોકલો પર દબાવો.

Meta AI અને Vibesનો ઉપયોગ કરીને ફોટા અને વીડિયો જનરેટ કરવા વિશે વધુ જાણો.

જો તમે કોઈ વ્યક્તિને સામેલ કરતી વાઇબ પોસ્ટ કરો છો, તો તેમને જણાવવામાં આવશે.

તમે બનાવો છો તે વાઇબ અને ડ્રાફ્ટ (તમે પોસ્ટ કર્યા નથી તેવા ડ્રાફ્ટ સહિત) તેમાં દર્શાવેલી વ્યક્તિ દ્વારા જોઈ અને ડિલીટ કરી શકાય છે:

  • વાઇબમાં તમે દર્શાવો છો તે વ્યક્તિ, તેમને સામેલ કરતી તમારી સાર્વજનિક વાઇબ અથવા ડ્રાફ્ટને ડિલીટ કરવાનું પસંદ કરી શકે છે. સાર્વજનિક વાઇબ માટે, જ્યારે કોઈ વસ્તુ ડિલીટ કરવામાં આવે ત્યારે તમને એક નોટિફિકેશન મળશે.
  • ડ્રાફ્ટ ડિલીટ કરવામાં આવે ત્યારે તમને જણાવવામાં આવશે નહીં. જો તમને જણાય કે કોઈ ડ્રાફ્ટ ખૂટે છે, તો તે તમે દર્શાવેલી વ્યક્તિ દ્વારા ડિલીટ કરવામાં આવ્યો હોઈ શકે છે.

તમને સામેલ કરતી હોય તેવી અન્ય લોકોની વાઇબને કેવી રીતે ડિલીટ કરવી

  1. Meta AI ઍપમાં, મેનૂ પર દબાવો.
  2. સૌથી નીચે રહેલા તમારા પ્રોફાઇલ ફોટા પર દબાવો.
  3. તમારી સમાનતા પર, તે પછી મને સામેલ કરે છે તે મીડિયા પર દબાવો.
    • Vibes: વિકલ્પો, તે પછી ડિલીટ કરો પર દબાવો.
    • ડ્રાફ્ટ: ડ્રાફ્ટ પર દબાવો, તે પછી ડિલીટ કરો પર દબાવો.

કોઈ વ્યક્તિ તમને સામેલ કરતી કોઈ વાઇબ બનાવવા અને પોસ્ટ કરવા માટે Meta AI અથવા Vibes ઍપમાં 'ઉમેરો' સુવિધાનો ઉપયોગ કરે ત્યારે તમને જણાવવામાં આવશે. તમે તમને સામેલ કરતી સાર્વજનિક વાઇબ અથવા ડ્રાફ્ટને કોઈ પણ સમયે ડિલીટ કરવાનું પસંદ કરી શકો છો. તમે કોઈ સાર્વજનિક વાઇબને ડિલીટ કરો ત્યારે, તે વાઇબને બનાવનાર વ્યક્તિને જણાવવામાં આવશે. તમે કોઈ ડ્રાફ્ટને ડિલીટ કરો ત્યારે, તેને બનાવનાર વ્યક્તિને જણાવવામાં આવશે નહીં.

નોંધ:

  • અન્ય ચેટની જેમ, AI સાથેનાં ઇન્ટરેક્શન અમારાં કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અને સેવાની શરતોને આધીન હોય છે.
  • AIનો જવાબ સચોટ ન હોય અથવા અયોગ્ય હોય એવું બની શકે છે અને તેનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે ન થવો જોઈએ.
  • Meta, Metaની AI સુવિધાને બહેતર બનાવવા માટે AI સાથેનાં તમારાં ઇન્ટરેક્શનનો ઉપયોગ કરે છે. જો AI તમારા પ્રશ્નનો જવાબ આપી શકતું નથી, તો Meta, તમે AIને જે મેસેજ મોકલો છો તે અને તમારા પ્રદેશ જેવી સામાન્ય માહિતીને પસંદગીના પાર્ટનરની સાથે શેર કરે છે, જેથી તમે વધુ સારાં પરિણામો મેળવી શકો. વધુ જાણવા માટે અમારી Meta AIની સેવાની શરતોની મુલાકાત લો.
  • Meta AI તમને વધુ સંબંધિત જવાબો આપવા માટે તમારી લોકેશનની માહિતીનો ઉપયોગ કરે છે. તમારી લોકેશનની માહિતી, તમે તમારા ડિવાઇસ પર પસંદ કર્યાં છે તે સેટિંગ અથવા અમારી પ્રોડક્ટ પરની તમારી એક્ટિવિટી જેવી વસ્તુઓ પર આધારિત હોય છે. તમારા લોકેશનનું કેવી રીતે સંચાલન કરવું તે વિશે પ્રાઇવસી કેન્દ્રમાં વધુ જાણો.
  • તમારી પ્રોફાઇલમાંથી અન્ય માહિતી, જેમ કે તમારી ઉંમર અને લિંગ, તથા અમારી બધી પ્રોડક્ટ પરની તમારી એક્ટિવિટીના આધારે રુચિઓ, જેમ કે જાહેરાતો સહિત તમે જેને જુઓ છો અથવા જેની સાથે ઇન્ટરેક્ટ કરો છો તે કન્ટેન્ટના પ્રકાર અને તમે તેની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરો છો તેનો ઉપયોગ AI સાથેનાં તમારાં ઇન્ટરેક્શનને પસંદ મુજબ બનાવવામાં મદદ મળી રહે તે માટે થશે. Meta આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે પ્રાઇવસી કેન્દ્રમાં વધુ જાણો. તમે એક જ એકાઉન્ટ સેન્ટરમાં તમારાં બધાં એકાઉન્ટમાં માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ જોઈ શકો છો અને તમારી માહિતીને એક્સપોર્ટ કરી શકો છો. કેવી રીતે તમારી માહિતીની કોપિ એક્સ્પોર્ટ કરવી તે જાણો.
  • તમારા પ્રોમ્પ્ટના આધારે, જનરેટ થયેલું કન્ટેન્ટ અમારાં કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અથવા Metaનાં પ્લેટફોર્મની સેવાની શરતોની વિરુદ્ધ જઈ શકે છે. અમારાં પ્લેટફોર્મ પર AI દ્વારા જનરેટ કરેલું કન્ટેન્ટ શેર કરવું કે જે આ સ્ટાન્ડર્ડની વિરુદ્ધ જાય છે, તેને પણ એ જ રીતે માનવામાં આવશે જેવું કે અમારાં સ્ટાન્ડર્ડ વિરુદ્ધ અન્ય કન્ટેન્ટને શેર કરવા પર માનવામાં આવે છે. જો તમે એવું જનરેટ કરેલું કન્ટેન્ટ શેર કરો છો જે અમારાં સ્ટાન્ડર્ડની વિરુદ્ધ જાય છે, તો તમારું કન્ટેન્ટ દૂર થઈ શકે છે અને તમારું એકાઉન્ટ પ્રતિબંધિત અથવા બંધ થઈ શકે છે. કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અને સેવાની શરતો વિશે અહીં વધુ જાણો:
  • તમારા પ્રદેશના આધારે, AI પ્રોડક્ટ સાથેનાં તમારાં ઇન્ટરેક્શનનો ઉપયોગ કન્ટેન્ટ અને જાહેરાતોને પસંદ મુજબ બનાવવા માટે થઈ શકે છે.

જનરેટિવ AI મોડેલ માટે Meta કેવી રીતે માહિતીનો ઉપયોગ કરે છે તે વિશે વધુ જાણો.

શરૂઆત કરવા માટે:

  • તમારા પોતાના AI ફોટા અને વીડિયો બનાવવા માટે તમારા ફોટા લો અને અપલોડ કરો. તમે અન્ય લોકોને પણ તમને ફોટા અને વીડિયોમાં ઉમેરવાની મંજૂરી આપી શકો છો.
  • તમારા મિત્રોને ફોટા અથવા વીડિયોમાં ઉમેરવાની પરવાનગીની વિનંતી કરો. તેમનાં સેટિંગના આધારે, બને કે તમે પહેલાંથી જ તમારા પરસ્પર મિત્રોના ફોટા અને વીડિયો બનાવી શકતા હોવ.

પોતાના AI ફોટા અને વીડિયો બનાવવાનું કેવી રીતે શરૂ કરવું

તમારે તમારા પોતાના ફોટા અને વીડિયો બનાવવા માટે તમારા પોતાના ફોટા Vibes ઍપ પર ઉમેરવાની જરૂર પડશે. તમે અન્ય લોકોને તમારા ફોટા અથવા વીડિયો બનાવવા દેવાનું પણ પસંદ કરી શકો છો.

શરૂઆત કરવા માટે:

  1. Vibes ઍપમાં, સૌથી નીચે રહેલ પ્રોફાઇલ પર દબાવો.
  2. આ સેટિંગ પર દબાવો.
  3. તમારી સમાનતા પર દબાવો, તે પછી શરૂઆત કરો પર દબાવો.
  4. આગળ તમને કહેવામાં આવશે:
    • પરવાનગીઓને મંજૂરી આપવા માટે.
    • ઍપનો ઉપયોગ કરીને તમારો એક ફોટો લેવા માટે.
  5. તમે વૈકલ્પિક રીતે આ કરી શકો છો:
    • તમારા 3 વધારાના ફોટા અપલોડ કરવા. આનાથી અમને તમારા AI ફોટાને બહેતર બનાવવામાં મદદ મળે છે.
    • તમારો વોઇસ રેકોર્ડ કરો, જેથી કરીને તેને વીડિયો પર ઉમેરી શકાય.
  6. જો તમે તમારી સમાનતા પર વધારાના ફોટા અથવા તમારો વોઇસ ઉમેરવા માંગતા નથી, તો તમે છોડી દો પર દબાવી શકો છો.
  7. તમારા ફોટાનો ઉપયોગ કોણ કરી શકે છે તે પસંદ કરવા માટે દબાવો:
    • ફક્ત હું: ફક્ત તમે જ તમારા ફોટા અને વીડિયો બનાવી શકો છો.
    • હું મંજૂર કરું છું તે ફોલોઅર: તમને મીડિયા પર ઉમેરી શકે તેવા વિશિષ્ટ ફોલોઅર પસંદ કરો. તમે બંને એકબીજાને પહેલાંથી ફોલો કરતા હોવ તે આવશ્યક છે.
    • તમે ફોલો કરો છો એવા ફોલોઅર: તમે ફોલો કરો છો તે કોઈ પણ તમને ફોટા અને વીડિયોમાં ઉમેરી શકે છે, જ્યાં સુધી તમે તેમને ફોલો કરો છો.
    • દરેક: Meta AI અથવા Vibes ઍપ્સ પર કોઈ પણ વ્યક્તિ તમારા ફોટા અને વીડિયો બનાવી શકે છે.
  8. થઈ ગયું પર દબાવો.

નોંધ: તમારી ઉંમર અથવા દેશના આધારે તમને કદાચ બધા વિકલ્પો નહીં દેખાતા હોય.

તમને સામેલ કરે છે તે મીડિયાને કેવી રીતે જોવું અને સંચાલિત કરવું તે જાણો.

Meta AI અને Vibes પર તમારા ફોટા અને વોઇસમાં કેવી રીતે ફેરફાર કરવો અને કેવી રીતે તેમને ડિલીટ કરવા

  1. Vibes ઍપમાં, સૌથી નીચે રહેલ પ્રોફાઇલ પર દબાવો.
  2. તમે સેટિંગ પર દબાવો.
  3. તમારી સમાનતા પર દબાવો. અહીંથી, તમે આ કરી શકો છો:
    • તમારો ફોટો ફરીથી લેવો:ફોટો ફરીથી લો > ફોટો લો પર દબાવો.
    • તમારા સંદર્ભ ફોટા બદલવા: ફોટા અપલોડ કરો > ફોટા બદલો પર દબાવો.
    • તમારો વોઇસ રેકોર્ડ કરવો:વોઇસ ફરીથી રેકોર્ડ કરો > વોઇસ રેકોર્ડ કરો પર દબાવો.
    • તમારી સમાનતા ડિલીટ કરવી: સ્ક્રોલ કરો અને તે પછી ડિલીટ કરો પર દબાવો. આનાથી તમે ઓનબોર્ડિંગ હોવા દરમિયાન લીધેલા ફોટા અને વોઇસ રેકોર્ડિંગ ડિલીટ થઈ જાય છે.

નોંધ: Vibes ઍપમાં તમે તમારી સમાનતા પર જે કોઈ પણ ફેરફારો કરો છો તે Meta AI ઍપ પર પણ લાગુ થશે.

જો તમે તમારી સમાનતાને ડિલીટ કરવાનું પસંદ કરો છો, તો તમને સામેલ કરતા વાઇબ હજી પણ દેખાશે. તમે આને “મને સામેલ કરતા મીડિયા”માંથી ડિલીટ કરી શકો છો. કેવી રીતે તમને સામેલ કરતા હોય તે મીડિયાને ડિલીટ કરવા તે વિશે વધુ જાણો.

AI દ્વારા જનરેટ કરવામાં આવેલા ફોટા અથવા વીડિયોમાં લોકોને ઉમેરવાની વિનંતી કેવી રીતે કરવી

લોકો તેમને કોણ ફોટા અને વીડિયોમાં ઉમેરી શકે તે પસંદ કરી શકે છે, પછી ભલે તે ફક્ત પોતે જ, પરસ્પર ફોલોઅર અથવા Meta AI અથવા Vibes ઍપ્સનો ઉપયોગ કરતી કોઈ પણ વ્યક્તિ હોય. તમે કોઈ વ્યક્તિને ફોટા અથવા વીડિયોમાં તેમને ઉમેરવા માટેની વિનંતી પણ મોકલી શકો છો.

Meta AI અને Vibes પર મીડિયા પર લોકોને તમને મીડિયામાં કેવી રીતે ઉમેરવા દેવા

તમારા ફોટા અથવા વીડિયો બનાવવા માટે કોઈ વ્યક્તિએ તમારી પરવાનગી લેવાની જરૂર પડશે. તમારી પરવાનગીનાં સેટિંગને બદલવા માટે:

  1. Vibes ઍપમાં, સૌથી નીચે રહેલ પ્રોફાઇલ પર દબાવો.
  2. તમે સેટિંગ પર દબાવો.
  3. તમારી સમાનતા પર દબાવો, તે પછી તમને મીડિયા પર કોણ ઉમેરી શકે તે પસંદ કરો:
    • ફક્ત હું: ફક્ત તમે જ તમારા ફોટા અને વીડિયો બનાવી શકો છો.
    • હું મંજૂર કરું છું તે ફોલોઅર: તમને મીડિયા પર ઉમેરી શકે તેવા વિશિષ્ટ ફોલોઅર પસંદ કરો. તમે બંને એકબીજાને પહેલાંથી ફોલો કરતા હોવ તે આવશ્યક છે.
    • તમે ફોલો કરો છો એવા ફોલોઅર: તમે ફોલો કરો છો તે કોઈ પણ તમને મીડિયામાં ઉમેરી શકે છે, જ્યાં સુધી તમે તેમને ફોલો કરો છો.
    • દરેક: Meta AI અને Vibes ઍપ્સ પર કોઈ પણ વ્યક્તિ તમારા ફોટા અને વીડિયો બનાવી શકે છે.

નોંધ: તમારી ઉંમર અથવા દેશના આધારે તમને કદાચ બધા વિકલ્પો નહીં દેખાતા હોય.

જો કોઈ વ્યક્તિ તમારી સમાનતાનો ઉપયોગ કરે છે, તો તમને જણાવવામાં આવશે. Meta AI અને Vibes પર તમારાં નોટિફિકેશનને કેવી રીતે બદલવા તે જાણો. જો કોઈ વ્યક્તિ કોઈ ફોટો અથવા વીડિયો બનાવે કે જેમાં તમે સામેલ છો, તો તમે તેને ડિલીટ કરવાનું પસંદ કરી શકો છો. કેવી રીતે તમને સામેલ કરતા હોય તે મીડિયાને ડિલીટ કરવા તે વિશે વધુ જાણો.

નોંધ:

  • તમે કોઈ પણ સમયે તમારી પરવાનગીઓને બદલી શકો છો.
  • તમારી પરવાનગીઓ Meta AI અને Vibes બંને પર લાગુ થાય છે.
  • જો તમે કોઈને ફોલો કરવાનું બંધ કરવાનું અથવા બ્લોક કરવાનું પસંદ કરો છો, તો તેઓ હવેથી તમને સામેલ કરતા નવા ફોટા અથવા વીડિયો બનાવી શકશે નહીં. તેઓએ અગાઉ બનાવેલ કોઈ પણ મીડિયા રહેશે, પણ તમે હજી પણ તેને ડિલીટ કરી શકો છો.

Meta AI અને Vibes પર મીડિયા પર લોકોને તેમને ઉમેરવા માટે કેવી રીતે કહેવું

કોઈ વાઇબ રીમિક્સ કરતી વખતે કોઈ વ્યક્તિને વાઇબ પર તેમને ઉમેરવાનું કહેવા માટે:

  1. ઉમેરો પર દબાવો.
  2. વિનંતી કરો પર દબાવો. તમે તમારા મિત્રોને Meta AI અને Vibes ઍપ્સ તથા Instagram પર જોશો.
  3. તેમના નામની બાજુમાં રહેલા વિનંતી કરો પર દબાવો.

તમે કોઈ વ્યક્તિને વિનંતી મોકલો છો ત્યારે:

  • તેઓને જણાવવામાં આવશે કે તમે Meta AI અને Vibes પર તમે બનાવો છો તે ફોટા અને વીડિયોમાં તેમને ઉમેરવા માંગો છો.
  • જો તેમણે હજી Meta AI અથવા Vibes ઍપ ડાઉનલોડ કરી નથી, તો તેમને તે ડાઉનલોડ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.
  • જો તેમણે હજી સુધી સમાનતા બનાવી નથી, તો તેમને એક સમાનતા બનાવવાનું કહેવામાં આવશે.

જો તેઓ તમારી વિનંતીને સ્વીકારે તો તમને જણાવવામાં આવશે, તે પછી તમે તેમના ફોટા અને વીડિયો બનાવવાનું શરૂ કરી શકો છો. Meta AI પર તમારાં નોટિફિકેશનને કેવી રીતે બદલવાં તે જાણો.

લોકોને સામેલ કરતા ફોટા અને વીડિયો કેવી રીતે બનાવવા

તમે તમને પોતાને અથવા અન્ય લોકોને કોઈ હાજર વાઇબને રીમિક્સ કરીને તેમાં ઉમેરી શકો છો અથવા તમારા પોતાના અથવા અન્ય લોકોના નવા ફોટા અથવા વીડિયો બનાવી શકો છો.

તમારા પોતાના ફોટા અને વીડિયો બનાવવા

કોઈ હાજર વાઇબને રીમિક્સ કરીને પોતાને તેમાં ઉમેરવા માટે:

  1. જેમાં લોકો હોય તેવી એક વાઇબ પસંદ કરો.
  2. તમે રીમિક્સ કરવા માંગો છો તે પોસ્ટ પર રીમિક્સ કરો પર દબાવો.
  3. ઉમેરો પર દબાવો.
  4. તમારા ફોટા પર દબાવો.

વાઇબ રીમિક્સિંગ વિશે વધુ જાણો.

નવા ફોટા અથવા વીડિયો પર પોતાને ઉમેરવા માટે:

  1. Vibes ઍપ ખોલો.
  2. આ બનાવો પર દબાવો
  3. ફોટા અથવા વીડિયોનું વર્ણન કરો… બોક્સમાં તમારો પ્રોમ્પ્ટ ટાઇપ કરો અને તમારા પ્રોમ્પ્ટના ભાગ તરીકે "હું" અથવા "હું પોતે" જેવા શબ્દો સામેલ કરો. ઉદાહરણ તરીકે, "મારો એક અવકાશયાત્રી તરીકેનો વીડિયો બનાવો."
  4. તમે મોકલો પર દબાવો.

Meta AI અને Vibesનો ઉપયોગ કરીને ફોટા અને વીડિયો જનરેટ કરવા વિશે વધુ જાણો.

અન્ય કોઈ વ્યક્તિના ફોટા અને વીડિયો બનાવવા

કોઈ હાજર વાઇબને રીમિક્સ કરવા માટે:

  1. જેમાં લોકો હોય તેવી એક વાઇબ પસંદ કરો.
  2. તમે રીમિક્સ કરવા માંગો છો તે પોસ્ટ પર રીમિક્સ કરો પર દબાવો.
  3. ઉમેરો પર દબાવો.
  4. તમે જેને ઉમેરવા માંગો છો તે વ્યક્તિના નામ પર દબાવો. તમે એક સમયમાં એક વ્યક્તિને ઉમેરી શકો છો (તમારા પોતાના સહિત).

વાઇબ રીમિક્સિંગ વિશે વધુ જાણો.

નવા ફોટો અથવા વીડિયો પર લોકોને ઉમેરવા માટે:

  1. Vibes ઍપ ખોલો.
  2. આ બનાવો પર દબાવો
  3. ફોટા અથવા વીડિયોનું વર્ણન કરો… બોક્સમાં તમારા પ્રોમ્પ્ટને ટાઇપ કરો અને વ્યક્તિને ફોટા અથવા વીડિયોમાં ઉમેરવા માટે "@" અને તે પછી તેમનું યુઝરનેમ સામેલ કરો. તમે એક સમયમાં બે લોકોને ઉમેરી શકો છો (તમારા પોતાના સહિત).
  4. તમે મોકલો પર દબાવો.

Meta AI અને Vibesનો ઉપયોગ કરીને ફોટા અને વીડિયો જનરેટ કરવા વિશે વધુ જાણો.

જો તમે કોઈ વ્યક્તિને સામેલ કરતી વાઇબ પોસ્ટ કરો છો, તો તેમને જણાવવામાં આવશે.

તમે બનાવો છો તે વાઇબ અને ડ્રાફ્ટ (તમે પોસ્ટ કર્યા નથી તેવા ડ્રાફ્ટ સહિત) તેમાં દર્શાવેલી વ્યક્તિ દ્વારા જોઈ અને ડિલીટ કરી શકાય છે:

  • વાઇબમાં તમે દર્શાવો છો તે વ્યક્તિ, તેમને સામેલ કરતી તમારી સાર્વજનિક વાઇબ અથવા ડ્રાફ્ટને ડિલીટ કરવાનું પસંદ કરી શકે છે. સાર્વજનિક વાઇબ માટે, જ્યારે કોઈ વસ્તુ ડિલીટ કરવામાં આવે ત્યારે તમને એક નોટિફિકેશન મળશે.
  • ડ્રાફ્ટ ડિલીટ કરવામાં આવે ત્યારે તમને જણાવવામાં આવશે નહીં. જો તમને જણાય કે કોઈ ડ્રાફ્ટ ખૂટે છે, તો તે તમે દર્શાવેલી વ્યક્તિ દ્વારા ડિલીટ કરવામાં આવ્યો હોઈ શકે છે.

તમને સામેલ કરતી હોય તેવી અન્ય લોકોની વાઇબને કેવી રીતે ડિલીટ કરવી

  1. Vibes ઍપમાં, સૌથી નીચે રહેલ પ્રોફાઇલ પર દબાવો.
  2. તમે સેટિંગ પર દબાવો.
  3. તમારી સમાનતા પર, તે પછી મને સામેલ કરે છે તે મીડિયા પર દબાવો.
    • Vibes: વિકલ્પો, તે પછી ડિલીટ કરો પર દબાવો.
    • ડ્રાફ્ટ: ડ્રાફ્ટ પર દબાવો, તે પછી ડિલીટ કરો પર દબાવો.

કોઈ વ્યક્તિ તમને સામેલ કરતી કોઈ વાઇબ બનાવવા અને પોસ્ટ કરવા માટે Meta AI અથવા Vibes ઍપમાં 'ઉમેરો' સુવિધાનો ઉપયોગ કરે ત્યારે તમને જણાવવામાં આવશે. તમે તમને સામેલ કરતી સાર્વજનિક વાઇબ અથવા ડ્રાફ્ટને કોઈ પણ સમયે ડિલીટ કરવાનું પસંદ કરી શકો છો. તમે કોઈ સાર્વજનિક વાઇબને ડિલીટ કરો ત્યારે, તે વાઇબને બનાવનાર વ્યક્તિને જણાવવામાં આવશે. તમે કોઈ ડ્રાફ્ટને ડિલીટ કરો ત્યારે, તેને બનાવનાર વ્યક્તિને જણાવવામાં આવશે નહીં.

નોંધ:

  • અન્ય ચેટની જેમ, AI સાથેનાં ઇન્ટરેક્શન અમારાં કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અને સેવાની શરતોને આધીન હોય છે.
  • AIનો જવાબ સચોટ ન હોય અથવા અયોગ્ય હોય એવું બની શકે છે અને તેનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે ન થવો જોઈએ.
  • Meta, Metaની AI સુવિધાને બહેતર બનાવવા માટે AI સાથેનાં તમારાં ઇન્ટરેક્શનનો ઉપયોગ કરે છે. જો AI તમારા પ્રશ્નનો જવાબ આપી શકતું નથી, તો Meta, તમે AIને જે મેસેજ મોકલો છો તે અને તમારા પ્રદેશ જેવી સામાન્ય માહિતીને પસંદગીના પાર્ટનરની સાથે શેર કરે છે, જેથી તમે વધુ સારાં પરિણામો મેળવી શકો. વધુ જાણવા માટે અમારી Meta AIની સેવાની શરતોની મુલાકાત લો.
  • Meta AI તમને વધુ સંબંધિત જવાબો આપવા માટે તમારી લોકેશનની માહિતીનો ઉપયોગ કરે છે. તમારી લોકેશનની માહિતી, તમે તમારા ડિવાઇસ પર પસંદ કર્યાં છે તે સેટિંગ અથવા અમારી પ્રોડક્ટ પરની તમારી એક્ટિવિટી જેવી વસ્તુઓ પર આધારિત હોય છે. તમારા લોકેશનનું કેવી રીતે સંચાલન કરવું તે વિશે પ્રાઇવસી કેન્દ્રમાં વધુ જાણો.
  • તમારી પ્રોફાઇલમાંથી અન્ય માહિતી, જેમ કે તમારી ઉંમર અને લિંગ, તથા અમારી બધી પ્રોડક્ટ પરની તમારી એક્ટિવિટીના આધારે રુચિઓ, જેમ કે જાહેરાતો સહિત તમે જેને જુઓ છો અથવા જેની સાથે ઇન્ટરેક્ટ કરો છો તે કન્ટેન્ટના પ્રકાર અને તમે તેની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરો છો તેનો ઉપયોગ AI સાથેનાં તમારાં ઇન્ટરેક્શનને પસંદ મુજબ બનાવવામાં મદદ મળી રહે તે માટે થશે. Meta આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે પ્રાઇવસી કેન્દ્રમાં વધુ જાણો. તમે એક જ એકાઉન્ટ સેન્ટરમાં તમારાં બધાં એકાઉન્ટમાં માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ જોઈ શકો છો અને તમારી માહિતીને એક્સપોર્ટ કરી શકો છો. કેવી રીતે તમારી માહિતીની કોપિ એક્સ્પોર્ટ કરવી તે જાણો.
  • તમારા પ્રોમ્પ્ટના આધારે, જનરેટ થયેલું કન્ટેન્ટ અમારાં કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અથવા Metaનાં પ્લેટફોર્મની સેવાની શરતોની વિરુદ્ધ જઈ શકે છે. અમારાં પ્લેટફોર્મ પર AI દ્વારા જનરેટ કરેલું કન્ટેન્ટ શેર કરવું કે જે આ સ્ટાન્ડર્ડની વિરુદ્ધ જાય છે, તેને પણ એ જ રીતે માનવામાં આવશે જેવું કે અમારાં સ્ટાન્ડર્ડ વિરુદ્ધ અન્ય કન્ટેન્ટને શેર કરવા પર માનવામાં આવે છે. જો તમે એવું જનરેટ કરેલું કન્ટેન્ટ શેર કરો છો જે અમારાં સ્ટાન્ડર્ડની વિરુદ્ધ જાય છે, તો તમારું કન્ટેન્ટ દૂર થઈ શકે છે અને તમારું એકાઉન્ટ પ્રતિબંધિત અથવા બંધ થઈ શકે છે. કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અને સેવાની શરતો વિશે અહીં વધુ જાણો:
  • તમારા પ્રદેશના આધારે, AI પ્રોડક્ટ સાથેનાં તમારાં ઇન્ટરેક્શનનો ઉપયોગ કન્ટેન્ટ અને જાહેરાતોને પસંદ મુજબ બનાવવા માટે થઈ શકે છે.

જનરેટિવ AI મોડેલ માટે Meta કેવી રીતે માહિતીનો ઉપયોગ કરે છે તે વિશે વધુ જાણો.

હમણાં માટે, તમારે તમારા પોતાના અથવા અન્ય લોકોના ફોટા અને વાઇબ બનાવવા માટે Meta AI અથવા Vibes ઍપનો ઉપયોગ કરવાની જરૂર પડશે. જો કોઈ વ્યક્તિ તેમની વાઇબમાં તમને સામેલ કરવા માટે 'ઉમેરો' સુવિધાનો ઉપયોગ કરે છે, તો તમે Meta AI અથવા Vibes ઍપમાંથી કોઈ પણ સમયે તેને ડિલીટ કરવાનું પસંદ કરી શકો છો. તમે તમને સામેલ કરતી સાર્વજનિક વાઇબ અથવા ડ્રાફ્ટ ડિલીટ કરી શકો છો.

Share

Was this article helpful?

હા
નહીં