Meta પ્રોડક્ટ પર AI કન્ટેન્ટને કેવી રીતે ઓળખી કાઢવું
જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જનરેટિવ AI) એ એક ટૂલ છે કે જે નવી રીતે ફોટા અને ટેક્સ્ટ જેવા કન્ટેન્ટને બનાવવામાં અથવા તેમાં ફેરફાર કરવામાં મદદ કરે છે.
જનરેટિવ AI કેવી રીતે કામ કરે છે
જનરેટિવ AI મોડલને અબજો માહિતીનો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવે છે. નવું કન્ટેન્ટ જનરેટ કરવા માટે, જનરેટિવ AI મોડલ પ્રોમ્પ્ટ અથવા સૂચનાઓના આધારે આ માહિતી વચ્ચે રહેલી પેટર્ન અને સંબંધો વિશે શીખે છે.
ઉદાહરણ તરીકે, તમે જનરેટિવ AI ટૂલમાં ફૂલોના ખેતરમાં દોડી રહેલાં 3 ભૂરા રંગના કૂતરાના ફોટાને માંગતી વિનંતી ટાઇપ કરી શકો છો. અથવા તમે શેક્સપિયર જેવી ઐતિહાસિક વ્યક્તિની સ્ટાઇલમાં લખેલા ટુચકાની વિનંતી કરી શકો છો.
Meta પ્રોડક્ટ પર કેવી રીતે AI દ્વારા જનરેટ કરેલું કન્ટેન્ટ ઓળખવામાં આવે છે
સમગ્ર Meta પ્રોડક્ટ પર પારદર્શિતાને પ્રોત્સાહિત કરવામાં મદદ મળી રહે તે માટે AI ટૂલનો ઉપયોગ કરીને બનાવેલા અથવા ફેરફાર કરાયેલા કન્ટેન્ટને ઓળખવામાં અને લેબલ કરવામાં આવી શકે છે.
એવાં અનેક AI ટૂલ છે કે જે કન્ટેન્ટ બનાવી શકે અથવા તેમાં ફેરફાર કરી શકે છે. કેટલાક કન્ટેન્ટ કે જે આ ટૂલ પૈકી એકનો ઉપયોગ કરીને બનાવેલા અથવા ફેરફાર કરાયેલા હોય તેમાં ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ સિગ્નલ હોઈ શકે છે કે જે કન્ટેન્ટને AI ટૂલનો ઉપયોગ કરીને બનાવવામાં અથવા ફેરફાર કરવામાં આવી રહેલા કન્ટેન્ટ તરીકે ઓળખી કાઢે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ તેમના ફોલોઅરની સાથે શેર કરવા માટે સામાન્ય ફોટો એડિટિંગ ટૂલનો ઉપયોગ કરીને કોઈ ફોટામાં ફેરફાર કરી શકે છે.
જો ફોટો એડિટિંગ ટૂલ ફોટાના કદ અથવા રંગને બદલવા માટે AIનો ઉપયોગ કરે છે, તો ફોટામાં એ બતાવતું સિગ્નલ હોઈ શકે છે કે તેમાં AIનો ઉપયોગ કરીને ફેરફાર કરવામાં આવ્યો હતો. આ સિગ્નલને Metaની સિસ્ટમ દ્વારા એ નિર્ધારિત કરવા માટે વાંચવામાં આવે છે કે જે-તે કન્ટેન્ટને લેબલની જરૂર છે કે નહીં.
જ્યારે Meta પ્રોડક્ટ પર AI દ્વારા જનરેટ કરેલા કન્ટેન્ટને લેબલ કરવામાં આવે છે
એવી થોડીક રીતો રહેલી છે કે જેના દ્વારા Meta પ્રોડક્ટ પર ઓર્ગેનિક કન્ટેન્ટ અથવા એવા કન્ટેન્ટ કે જે જાહેરાત ન હોય તેને લેબલ કરવામાં આવશે.
- જ્યારે Metaની સિસ્ટમ ઓર્ગેનિક કન્ટેન્ટમાં AI સિગ્નલને શોધે છે
- જ્યારે લોકો તેમના AI દ્વારા જનરેટ કરેલા કન્ટેન્ટને લેબલ કરે છે
ત્રીજા-પક્ષનાં ટૂલ વડે બનાવવામાં આવેલા કન્ટેન્ટમાં એ બતાવતા સિગ્નલ હોઈ શકે છે કે જે-તે કન્ટેન્ટ AI વડે બનાવેલું અથવા તેમાં ફેરફાર કરાયેલ હતો કે કેમ. કન્ટેન્ટ AI વડે બનાવવામાં આવ્યું હતું એમ સૂચવતાં સિગ્નલ ધરાવતા કન્ટેન્ટને AI માહિતીથી લેબલ કરવામાં આવશે. કન્ટેન્ટમાં AIનો ઉપયોગ કરીને ફેરફાર કરવામાં આવ્યો હતો એમ સૂચવતાં સિગ્નલ ધરાવતા કન્ટેન્ટ સીધા જ પોસ્ટ, સ્ટોરી, રીલ અથવા થ્રેડ પર AI માહિતીનું લેબલ ધરાવશે નહીં. તમે મેનૂ પર ક્લિક કરીને એ વિશે વધુ જાણી શકો છો કે AI દ્વારા કેવી રીતે પોસ્ટ, સ્ટોરી, રીલ અથવા થ્રેડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
Meta પ્રોડક્ટનો ઉપયોગ કરી રહેલાં લોકો જ્યારે AI દ્વારા જનરેટ કરેલા કન્ટેન્ટને અથવા AIનો ઉપયોગ કરીને ફેરફાર કરાયેલા કન્ટેન્ટને શેર કરે ત્યારે તેઓ તેમના કન્ટેન્ટને AI માહિતીથી લેબલ કરવા માટે પણ સમર્થ હોય છે અને કેટલાક કિસ્સામાં તેમણે તેમ કરવું જરૂરી હોય છે.
જેમ-જેમ સમગ્ર Meta ટેક્નોલોજી પરના AI દ્વારા જનરેટ કરેલા કન્ટેન્ટ વિશે વધુ જાણવામાં આવે, તેમ-તેમ Meta પારદર્શિતાને લગતા અભિગમને અપડેટ કરવાનું ચાલુ રાખી શકે છે.
તમને દેખાઈ શકે તે અન્ય AI લેબલ
એવું કોઈ પણ કન્ટેન્ટ કે જે Metaનાં AI ટૂલનો ઉપયોગ કરીને બનાવેલું હોય અથવા તેમાં ફેરફાર કરાયેલ હોય તથા પોસ્ટ, સ્ટોરી, રીલ અથવા થ્રેડ તરીકે Facebook, Instagram અથવા Threads પર શેર કરવામાં આવ્યું હોય, તેને ઓટોમેટિક રીતે AI કન્ટેન્ટ તરીકે લેબલ કરવામાં આવી શકે અથવા કેટલાક કિસ્સામાં, તે દૃશ્યક્ષમ વોટરમાર્ક ફીચર કરતું હોઈ શકે છે.
નોંધ: બધા જ AI કન્ટેન્ટમાં તેને ઓળખી કાઢવા માટે જરૂરી માહિતી હોતી નથી.
જ્યારે AI માહિતી લેબલ જરૂરી હોય છે
જ્યારે કન્ટેન્ટમાં ફોટોરિયાલિસ્ટિક વીડિયો અથવા સાંભળવામાં વાસ્તવિક જેવો લાગે તેવો ઓડિયો હોય કે જે AI વડે કરવા સહિત ડિજિટલ રીતે બનાવવામાં, ફેરફાર કરાયેલ અથવા સુધારવામાં આવ્યો હોય, ત્યારે Metaને તેમાં AI લેબલની જરૂર પડે છે.
નોંધ: જ્યારે કન્ટેન્ટને લેબલ સાથે શેર કરવાની જરૂર હોય ત્યારે તેના વિના શેર કરેલા કન્ટેન્ટ માટે દંડ હોઈ શકે છે.
Metaને એવા ફોટા માટે લેબલની જરૂર પડતી નથી કે જે AI વડે બનાવેલા અથવા ફેરફાર કરાયેલા હોય. જોકે, સિસ્ટમ એમ શોધી કાઢે કે આ ફોટા AI દ્વારા જનરેટ કરેલા હતા અથવા AIનો ઉપયોગ કરીને તેમાં ફેરફાર કરાયેલા હતા તો તેમને હજી પણ લેબલ મળી શકે છે.
ડિજિટલ રીતે બનાવવામાં આવેલા એવા કન્ટેન્ટનાં ઉદાહરણો કે જેને લેબલની જરૂર પડે છે:
- કોઈ આઉટડોર માર્કેટમાં આમ-તેમ ચાલી રહેલાં લોકોના ગ્રૂપનો વાસ્તવિક દેખાતો વીડિયો
- વાત કરી રહેલાં બે લોકોની ઓડિયો ફાઇલ
- AI દ્વારા જનરેટ કરેલા સ્વરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું ગીત
- વાસ્તવિક લાગે તેવા AI દ્વારા જનરેટ કરેલા વોઇસઓવર વડે વર્ણવવામાં આવેલી રીલ
ડિજિટલ રીતે બનાવવામાં આવેલા એવા કન્ટેન્ટનાં ઉદાહરણો કે જેને લેબલની જરૂર પડતી નથી:
- કાર્ટૂનને મળતી આવતી સ્ટાઇલમાં બનાવવામાં આવેલો આઉટડોર લેન્ડકેપનો વીડિયો
- આખલાની સવારી કરતી વ્યક્તિનો ફોટો (ફોટા માટે Metaને લેબલની જરૂર પડતી નથી)
તમે આ જરૂરિયાત વિશે પારદર્શિતા કેન્દ્રમાં વધુ વાંચી શકો છો.
નોંધ: જેમ-જેમ અમે અમારાં પ્લેટફોર્મ પરના AI દ્વારા જનરેટ કરેલા કન્ટેન્ટ વિશે વધુ જાણીશું, તેમ-તેમ અમે પારદર્શિતાના અમારા અભિગમને અપડેટ કરીશું. જનરેટિવ AI વિશે પ્રાઇવસી કેન્દ્રમાં વધુ જાણો.