અમે સમાન એકાઉન્ટ સેન્ટરનાં તમારાં બધાં એકાઉન્ટમાં રહેલી તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
સમાન એકાઉન્ટ સેન્ટરમાં એકાઉન્ટ ઉમેરવાથી એવી સુવિધાઓને અનલૉક કરવામાં મદદ મળે છે કે જે અમારી બધી પ્રોડક્ટમાં કામ કરે છે, જેમ કે તમારાં એકાઉન્ટને એક્સેસ કરવાં માટે લોગ ઇનની સમાન માહિતીનો ઉપયોગ કરવો.
અમે અલગ-અલગ Meta કંપનીની પ્રોડક્ટ પર આ એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં બધાં એકાઉન્ટ પરની તમારી માહિતીને સંયોજિત કરીશું. અમે તેનો ઉપયોગ શેના માટે કરીશું તે અહીં આપ્યું છે:
- જો અમે તમને જાહેરાતો બતાવીએ છીએ, જેમ કે સ્ટોરી અને Reelsમાં, તો અમે તમારા માટે અને અન્ય લોકો માટે તેને પસંદ મુજબ બનાવીશું અને તે કેવી ચાલે છે તેનું મૂલ્યાંકન કરીશું. આનો અર્થ એ થાય કે અમે આના જેવી બાબતો કરીએ છીએ:
- તમારી પ્રોફાઇલની માહિતી અને તમારાં બધાં એકાઉન્ટમાં થતી એક્ટિવિટીના આધારે Facebook અને Instagram પર તમને વધુ સંબંધિત જાહેરાતો બતાવવી.
- અમે તમારા માટે અને અન્ય લોકો માટે કન્ટેન્ટ તથા સૂચનોને પસંદ મુજબ બનાવીશું. આનો અર્થ એ થાય કે અમે આના જેવી બાબતો કરીએ છીએ:
- Facebook અથવા Instagram પર તમને સંબંધિત રીલની ભલામણ કરવી.
- સંસ્થાઓને એ સમજવામાં મદદ કરવી કે તેમની પોસ્ટ, વીડિયો અને અન્ય કન્ટેન્ટ સાથે લોકો કેવી રીતે સહભાગિતા કરી રહ્યાં છે.
- અમે અમારી પ્રોડક્ટને બહેતર બનાવીશું અને તે બધીમાં વિસ્તરેલી હોય તેવી વૈકલ્પિક એક્ટિવિટી પૂરી પાડીશું. આનો અર્થ એ થાય કે તમે આના જેવી બાબતો કરી શકો છો:
- અમારી પ્રોડક્ટ વિશે તમને શું પસંદ છે તે વિશેના સર્વે અને અન્ય સંશોધનમાં ભાગ લેવો.
- અલગ-અલગ પ્રોડક્ટ પર તમારાં બધાં એકાઉન્ટમાં ઉપયોગમાં લેવા માટે AR ઇફેક્ટ બનાવવી.
- સમગ્ર Facebook અને Instagram પર ભંડોળ સંચય બનાવવાં.
- અમે કેટલીક એકાઉન્ટ માહિતી અને સેટિંગને તમારાં બધાં એકાઉન્ટમાં મેળ ખાતાં કરવાં માટે એડ્જસ્ટ કરીશું, જેનું તમે કોઈ પણ સમયે સંચાલન કરી શકો છો. આનો અર્થ એ થાય કે અમે આના જેવી બાબતો કરીએ છીએ:
- જો તમે કોઈ નવું એકાઉન્ટ ઉમેરો કે જેમાં, એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં તમારાં અન્ય એકાઉન્ટ કરતાં અલગ જન્મદિવસ હોય, તો અમે તમારું નવું એકાઉન્ટ ઉમેરવામાં આવી શકે તે પહેલાં તમને તમારો સચોટ જન્મદિવસ પસંદ કરવા માટે કહી શકીએ છીએ.
- અમે તમને કનેક્ટેડ અનુભવો પરનાં નિયંત્રણો પૂરાં પાડીશું, જેમ કે બધી પ્રોફાઇલમાં શેર કરવું. આનો અર્થ એ થાય કે તમે આના જેવી બાબતો કરી શકો છો:
- તમારાં બધાં Facebook અને Instagram એકાઉન્ટમાં તમારી પોતાની પોસ્ટ શેર કરવી.
- Horizon પર તમે જેમને ઓળખતા હો એવાં લોકોને ફોલો કરવું.
તમે સેટિંગમાં જઈને કોઈ પણ સમયે સમાન એકાઉન્ટ સેન્ટરમાં એકાઉન્ટ ઉમેરી શકો અથવા તેમાંથી તેને દૂર કરી શકો છો. તમે એકાઉન્ટને દૂર કરો તે પછી 7 દિવસની અંદર અમે ઉપરોક્ત ઉપયોગો માટે આ બધાં એકાઉન્ટમાં રહેલી તમારી માહિતીને સંયોજિત કરવાનું બંધ કરી દઈશું. તમારી અગાઉ સંયોજિત કરેલી માહિતી સંયોજિત થયેલી રહેશે.
સમાન એકાઉન્ટ સેન્ટરમાં તમારાં એકાઉન્ટ ધરાવવાથી, જો તમે બિઝનેસ સાથે તમારી માહિતીને શેર કરવાનું પસંદ કરો અથવા તમે અમારી પ્રોડક્ટ પર તેમને મેસેજ મોકલો, તો તે માહિતીનો ઉપયોગ થાય છે કે કેમ તેના પર અસર પડતી નથી.
આ ઉપરાંત, સમાન એકાઉન્ટ સેન્ટરમાં એકાઉન્ટ હોવાથી એ બાબત પર અસર પડતી નથી કે:
- અમે બધાં એકાઉન્ટમાં રહેલી માહિતીનો ઉપયોગ તમને અને અન્ય લોકોને સલામત રાખવા માટે કરીએ કે કેમ.
- અમે વધુ સચોટ રીતે લોકોની ગણતરી કરવા તથા તેઓ અમારી પ્રોડક્ટનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું મૂલ્યાંકન કરવા માટે બધાં એકાઉન્ટમાં રહેલી માહિતીનો ઉપયોગ કરીએ કે કેમ.
- અમે અમારી પ્રોડક્ટ યોગ્ય રીતે કામ કરી રહી હોવાની ખાતરી કરવા માટે બધાં એકાઉન્ટમાં રહેલી માહિતીનો ઉપયોગ કરીએ કે કેમ, જેથી તે કામ કરી રહી ન હોય તો અમે તેને ઠીક કરી શકીએ.
- અમે સમાન પ્રોડક્ટ પર તમારાં બધાં એકાઉન્ટમાં રહેલી માહિતીનો ઉપયોગ કરીએ કે કેમ.
આના વિશે વધુ જાણો: